સબ ટીવી પર અાવતા અને લાખો લોકોના દિલમાં વસનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળી દિશા વાંકાણી અેટલેકે દયાભાભી થોડા સમયમાં જ અા શૉ છોડી રહી છે. પોતાના અલગ અંદાજ અને ડાયલોગના કારણે પ્રશંસકોને અા પાત્ર ખુબજ ગમવા લાગ્યુ હતુ. દિશા વાંકાણીએ દયાભાભીને જીવંત બનાવી દીધી હતી. પાત્રમાં નવી જાન રેડી દીધી હતી.
શૉ છોડવાના મુદે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીઅે અાખરે મૌન તોડ્યુ છે અને જણાવ્યુ છે કે દિશાની પુત્રી બહુ નાની છે.તેમના પરિવારને હમણાં દિશાની જરૂર છે.દિશા તરફથી પણ શૉ છોડવાની કોઈ વાત સામે અાવી નથી.આવી પરિસ્થિતિમાં, અમે એમ કહી શકીએ નહીં કે દિશા શો છોડી રહી છે.મેટરનીટી લીવને કારણે તેઓ આ શોથી કેટલાક મહિના સુધી અદ્રશ્ય થઇ ગઈ છે.ગયા વર્ષે સપ્ટેમ્બરમાં છેલ્લુ શુટિંગ કર્યુ હતુ.
દિશાઅે 2015 માં મુંબઇના ચાર્ટડ એકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા.નવેમ્બરમાં દિશાએ અેક સુંદર પુત્રીને જન્મ અાપ્યો હતો.અેક સમાચાર મુજબ શૉ બનાવનાર નવા ચહેરાની તલાશમાં છે. આ ઉપરાંત, દિશા વાકાણીએ ‘જોધા-અકબર’, ‘દેવદાસ’ લવ સ્ટોરી 2050 અને ‘મંગલ પાંડે: ધી રાઇઝિંગ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.