બાળકોમાં હજી પણ પબદીનો ક્રેઝ ઓછો થયો નથી. ફક્ત છ મહીનામાં જ પબજી પ્લેયર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રમતને આનંદપુર્ણ બનાવવા માટેનો તમામ મસાલો તેમાં છે. આ ગેમમાં એડિક્શન થવાની શક્યતા ખુબ વધી જાય છે. તો જાણો તમારા બાળકને કઈ રીતે એડડિક્ટ થયો બચાવી શકાય.
- ગેમ રમવા માટે સ્થળ અને સમય મર્યાદા નક્કી કરો.નક્કી કરેલા સમય પ્રમાણે ગેમ રમવાનું રાખો અને સમય શિડ્યુલ પ્રમાણે અનુસરો.
- તમારું બાળક એક ગેઈમમાં ફેઈલ થાય તો ફરીથા બીજી ગેઈમ ચાલુ કરવાથી રોકો. આમ કરવાથી ઘણો સમય ૂચી જશે. બચેલા સમયમાં બાળકને અન્ય કોઈ મનપસંદ પ્રવૃતિ કરવા દો. જેથી ગેઈમ રમવાનો અફસોસ ન થાય.
- પબજી રમત રમનાર ઘણા લોકો તેમની ગેઈમમાં વિડીયો અપલોડ કરે છે તથા લાઈન સ્ટ્રમીંગ કરે છે. તમારા બાળકોને આવા વિડીયો જોતા રોકો. આવા વિડીયો જોવાથી ગેમ રમવાનો ક્રેઝ વધે છે.
- મિત્રો કે કઝીન જેઓ તમારા બાળકને રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય તેવા લોકોતી દુર રાખો અથવા તેમના માતા-પિતા સાથે ચર્ચા કરી તેમની પણ સમય મર્યાદા નક્કી કરાવો.
- તમારા બાળકને ગમતી અન્ય પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરો અને બની શખે તો તમે તેમની સાથે વધુમાં વધુ સમય વિતાવો, જેનાથી તેનું ધ્યાન ગેમ તરફ જતું અટકાવી શકો.
- તમારા બાળકને જીવન જીવવાના મહત્વના ધ્યેય સમજાવો તેમજ આ ધ્યેય પ્રાપ્ત કરવા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો.
આજે આ પબજી છે કાલે કોઈ બીજી નવી ગેઈમ આવશે. આ તમામ આદતોમાં ઉપર જણાવેલી ટિપ્સ તમને મદદરૂપ થઈ શકશે. બાળકોને ખૂબ પ્રેમ આપી તેમાં ઉંમર દરમિયાન થતા નાના ફેરફારો પર ધ્યાન આપી તેમને નેગેટિવ અસરોથી બચાવી શકાય છે.