મુંબઈ : પોલીવુડની કેટલીક ફિલ્મો અને ગીતો પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે પોલિવુડની એક બીજી ફિલ્મ તેના કન્ટેન્ટને લઈને વિવાદોમાં ફસાય છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પંજાબી ફિલ્મ ‘શૂટર’ની સ્ટોરી કુખ્યાત ગેંગસ્ટર સુક્ખા કાહલવાનના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં સુક્ખા કહલવાનના ગુનાઓ બતાવવામાં આવ્યા છે. ફિલ્મ દ્વારા હિંસા, ઘોર ગુના, ગેરવસૂલી ગુના અને ગુનાહિત ધાકધમકીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દિનકર ગુપ્તાને ફિલ્મના નિર્માતા કે.વી.ઢીલ્લન સામે શક્ય કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે.