મુંબઈ: સલમાન ખાનનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ 15 ટૂંક સમયમાં ટીવી પર શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં ઘણા સ્પર્ધકોના નામ પણ સામે આવ્યા છે. તેમાંથી એકનું નામ ‘તિતલિયાં’ સોંગ ફેમ પંજાબી સિંગર અફસાના ખાન હતું. પરંતુ શો શરૂ થયા પહેલા જ અફસાના બહાર થઇ ગઇ છે. ગભરાટના હુમલા (પેનીક અટેક)ને કારણે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો.
પેનીક અટેકને કારણે અફસાના બહાર નીકળી ગઈ
અફસાના શોની કન્ફર્મ કન્ટેસ્ટન્ટ હતી, તે બિગ બોસના પ્રોમોમાં પણ જોવા મળી હતી. તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલાક મીડિયા રિપોર્ટ્સ શેર કરતી વખતે, અફસાનાએ કહ્યું કે તે શોથી અલગ થઈ ગઈ છે. એટલું જ નહીં, તેણે આ માટે તેના ચાહકોની માફી પણ માંગી. શોમાં પ્રવેશતા પહેલા જ તે હોટલના રૂમમાં નર્વસ ફીલ કરી રહી હતી, ત્યારબાદ તેને મેડિકલ સુવિધાઓ આપવામાં આવી હતી. અફસાના પંજાબમાં તેના ઘરે પરત ફરી છે. તેણે કહ્યું કે તેની તબિયત હજુ સારી નથી. સિંગર હની સિંહ, સલીમ મર્ચન્ટ અફસાનાની પોસ્ટ પર તેની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.
અફસાનાના ચાહકો નિરાશ
અફસાના ખાન શોમાંથી બહાર નીકળવાના કારણે તેના ચાહકો નિરાશ થયા છે. એવું માનવામાં આવતું હતું કે તે પણ શોને શે્ધનાઝ ગિલની જેમ મનોરંજક બનાવશે, પરંતુ હવે તે શોમાં જોવા મળશે નહીં. અફસાના ખાન પંજાબી ગાયિકા છે. તેણીએ 2012માં ગાયન રિયાલિટી શો, વોઇસ ઓફ પંજાબ સીઝન 3 માં ભાગ લીધો હતો. આ પછી તે સિદ્ધુ મૂઝ વાલા સાથે ‘તુતેરા’, ‘જટ્ટા સારેમ વે તુ ધક્કા કરદે’ જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેમના લોકપ્રિય ગીતોમાં તિતલિયા સોંગ પણ છે.