મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અને મોડેલ લીઝા હેડન બીજી વખત માતા બની છે. તેણે તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે પોતાના બંને પુત્રો સાથે એક સુંદર તસવીર શેર કરી છે.
લિઝાએ પુત્રનું નામ લીઓ (LEO) રાખ્યું છે. ફોટો શેર કરતી વખતે લિઝાએ લખ્યું કે, તમે બંને મારા હૃદયને સ્પર્શી ગયેલા આશીર્વાદ હોવા જોઈએ. આ પહેલા ક્યારેય આવું બન્યું નથી. જે પ્રેમની સાથે હું તમને બંનેને જોઉં છું, તે બોલવા માટે મારી પાસે શબ્દો નથી. હું વિશ્વાસ કરી શકતી નથી કે હું તમારી માતા છું. લીઓ અને જેક. મારી સાથે કુટુંબ બનાવવા બદલ આભાર.