હીરો હંમેશા યૂનિફોર્મમાં જ નથી આવતા! જીહાં, ફિલ્મ ‘રેડ’ની ટેગલાઈન આ જ છે કે હીરો હંમેશા યૂનિફોર્મમાં નથી આવતા. બોલિવૂડ ફિલ્મોમાં આપણે સૌથી વધારે એક્શન હીરોઝને પોલીસ અથવા આર્મીની યૂનિફોર્મમાં દુશ્મનો સાથે લડતા જોઈએ છીએ. ખુદ અજય દેવગણ પણ ઘણી ફિલ્મોમાં પોલીસ અને આર્મી ઓફિસરના રોલમાં આ કમાલ બતાવી ચૂક્યો છે. જેમાં તેની ‘સિંધમ’ અને ‘ગંગાજળ’થી લઈને ‘જમીન’ સુધી ઘણી ફિલ્મો શામેલ છે. પરતું આ ફિલ્મ ‘રેડ’માં અજય દેવગણ એક એવા હીરોના રોલમાં છે, જે યૂનિફોર્મ વિના પોતાના પાવર બતાવે છે. તેને ઈન્કમ ટેક્સ રેડ પર બનેલી દુનિયાની પહેલી ફિલ્મ બતાવાઈ રહી છે.
જાણકારો મુજબ ફિલ્મ રેડ 1981માં લખનઉંમાં પડેલી એક હાઈ પ્રોફાઈલ દરોડાની સાચી ઘટના પર આધારિત છે, જેમાં એક નિડર ઈન્ડિયન રેવન્યૂ સર્વિસનો ઓફિસર અમય પટનાયક (અજય દેવગણ) સાંસદ રામેશ્વર સિંહ ઉર્ફે રાજાજી સિંહ (સૌરભ શુક્લા)ને ત્યાં પોતાની સમગ્ર ટીમ સાથે દરોડા પાડે છે. રાજાજી બચવા માટે પોતાનું સમગ્ર જોર લગાવે છે, તો અમય પણ પાછળ નથી પડતો. જોકે આ રસાકસીમાં જીત કોની થાય છે, તો તે થિયેટરમાં જ જોવા મળશે. આ સમગ્ર ઘટનાક્રમમાં સાહસિક ઓફિસર અમયની પત્ની નીતા પટનાયક (ઈલિયાના ડિક્રૂઝ) પણ પોતાના પતિને સપોર્ટ કરે છે.
અજય દેવગણને પોતાના પાત્રને ખાસ અંદાજમાં બતાવવા માટે જાણીતો છે. આ ફિલ્મમાં તેણે બતાવ્યું છે યુનિફોર્મ હોય કે ન હોય, તે કોઈપણ રોલની તેટલા જ મનથી નિભાવે છે. તો રાજાજીના રોલ માટે સૌરભ શુક્લાથી વધારે સારો કોઈ કલાકાર ન હોઈ શકે. ઈલિયાના ડિક્રૂઝે પણ પોતાના નાના રોલ મુજબ સારી એવી એક્ટિંગ કરી છે. તો રાજાજીની દાદી પણ કમાલ લાગે છે. આ પહેલા ‘આમિર’ અને ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી ધારદાર ફિલ્મો બનાવી ચૂકેલા ‘રેડ’ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ લાંબા સમય બાદ આ હાઈપ્રોફાઈલ દરોડામાં અસલી ગુનેગાર અને ઓફિસરના નામ ભલે બદલી નાખ્યા હોય, પરંતુ તે સમયની સ્થિતિને ક્રિએટ કરવામાં મહદઅંશે સફળ રહ્યા છે.
તો રાજકુમાર ગુપ્તા સાથે મળીને ફિલ્મની સ્ટોરી અને ડાયલોગ લખનારા રિતેશ શાહે પોતાનો કમાલ બતાવ્યો છે. ફિલ્મના ડાયલોગ દર્શકોને પસંદ આવી રહ્યા છે. આ પહેલા ફિલ્મ ‘પિંક’માં પોતાના કામ માટે પ્રશંસા મેળવી ચૂકેલા રિતેશે ‘રેડ’માં પણ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ પર મહેનત કરી છે. ખાસ કરીને એવી ફિલ્મ જે કોઈ સત્ય ઘટના પર આધારિત હોય. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને મજાની લાગે છે, તો સેકન્ડ હાફમાં ખૂબ જ રોમાંચક થઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે રાજકુમાર ગુપ્તાએ એડિટિંગ ચુસ્ત રીતે કરી છે, જેના કારણે આ ફિલ્મ માત્ર બે કલાકથી થોડા વધારે સમયમાં ખતમ થઈ જાય છે. આ વીકેન્ડ પર જો તમે કઈ રોમાંચક જોવા ઈચ્છો છો, તો આ ફિલ્મ તમારા માટે જ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.