મુંબઈ : બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની કાર છેલ્લા કેટલાક સમયથી પાટા પરથી ઉતરી ગઈ હોવાનું લાગે છે. તેની ફિલ્મો અપેક્ષા મુજબ ચાલતી નથી. શાહરૂખની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ જતી જોવા મળી રહી છે. તેની છેલ્લી કેટલીક હિટ ફિલ્મ્સ વિશે વાત કરતા, રઈસ ફિલ્મનો ઉલ્લેખ તેમાં કરી શકાય છે. ત્યારબાદ શાહરૂખની કોઈ પણ ફિલ્મ પ્રેક્ષકોને વધારે પ્રભાવિત કરી શકી નથી. તાજેતરમાં રઈસના ત્રણ વર્ષ પૂરા થવાની ખુશીમાં કિંગ ખાને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.
3 yrs of Raees. One of the most fun I had making a film. Thks to cast & crew & my producers. Maybe need to take Raees’ advice myself…soon! pic.twitter.com/D33wZtAimN
— Shah Rukh Khan (@iamsrk) January 25, 2020