મુંબઈ : સની લિયોન ફરી એકવાર રાગિણી એમએમએસ સિરીઝમાં જોડાઈ છે. હવે આ સીરીઝને લગતું એક ગીત પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. હાલમાં આ ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતના આ ટીઝરમાં સની લિયોન જોરદાર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળે છે.
આ ગીતનું નામ ‘હેલો જી’ છે. બીજી તરફ, એકતા કપૂરે તેના ટ્વિટર હેન્ડલ પર આ ગીતને લગતું એક ટીઝર રિલીઝ કર્યું છે. આ અગાઉ 2014 માં આવેલા સની લિયોનીનું ગીત ‘બેબી ડોલ’ ખૂબ જ સફળ રહ્યું હતું. આ ગીત ફિલ્મ ‘રાગિણી એમએમએસ 2’ નું હતું. એકતા કપૂરે જણાવ્યું છે કે આ જ ટીમે હેલો માટે પણ કામ કર્યું છે. આ સાથે જ એકતા કપૂરે કહ્યું છે કે આ ગીતના રિલીઝ થવામાં હજી એક દિવસ જ બાકી છે. એટલે કે, આ ગીત આવતીકાલે 29 નવેમ્બરે રિલીઝ થશે.
#HelloJi Tom ! Same team as #babydoll hope we have the same love JAI MATA DI Just a lil' more wait, bacha hai din only ek! Aa rahi hai smoking hot @SunnyLeone to get you spinn' & singin' #HelloJi! Ab #RaginiMMSReturns Season 2 hoga aur bhi haseen ? Stay tuned! pic.twitter.com/a7p2XMmIgp
— Ekta Kapoor (@ektaravikapoor) November 28, 2019