લોકસભા ચૂંટણીને બહુ જ ઓછો સમય બચ્યો છે ત્યારે સિલ્વર સ્ક્રીન પર પોલિટીકલ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લાઈફ પર બનેલી ફિલ્મ માય નેમ ઈઝ રાગાનું ટીઝર યૂ-ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની ફિલ્મ માય નેમ ઈઝ રાગાનું સમાપન લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ થઈ જાય છે.
રાહુલ ગાંધીના જીવન પર બનેલી ફિલ્મ માય નેમ ઈઝ રાગા(My Name Is Raga)માં તેમના બાળપણથી લઈ કોંગ્રેસ પ્રમુખ બનવા સુધી યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધીના મહત્વપૂર્ણ પ્રસંગો પણ વણી લેવામાં આવ્યા છે. દાદી ઈન્દીરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાને પણ ચિત્રિત કરવામાં આવી છે.
રાહુલ ગાંધી પર બનેલી આ ફિલ્મની સ્ક્રીપ્ટ અને ડાયરેક્શન રુપેશ પોલે કર્યું છે. ફિલ્મમાં અભિનેતા અશ્વિનીકુમાર રાહુલ ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે હેમંત કાપડીયાએ પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે.
ફિલ્મના ટીઝરમાં ઈન્દીરા ગાંધીની હત્યા બાદ રાહુલ ગાંધી પિતા રાજીવ ગાંધીને નિર્દોષતાથી પૂછતા દેખાય છે કે શું તમને પણ ગોળી મારી દેવામાં આવશે. રાજીવ ગાંધી તેમની વાત સાંભળી સ્તબ્ધ થઈ જાય છે. માય નેમ ઈઝ રાગા(My Name Is Raga)ના ટીઝરમાં એવું દર્શાવાયું છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાહુલ ગાંધીને કહે છે કે હવે સમય આવી ગયો છે કે તમે જવાબદારી સંભાળો.
રાહુલ ગાંધી ફિલ્મમાં પત્રકારોના આકરા સવાલોના જવાબ આપતા દેખાય છે. રાહુલ ગાંધીની બોયપિકને કોંગ્રેસીઓ દ્વારા હજુ પ્રચારમાં લેવામાં આવી નથી કે કોંગ્રેસ દ્વારા કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.
રાહુલ ગાંધીની બાયોપિકનું ટીઝર જોવા કરો અહીં ક્લિક….