મુંબઈ : અરુણ જગદિશન કમિશન તરફથી સમન્સ મળ્યા બાદ સુપરસ્ટાર રજનીકાંતે ખુદ પંચ સમક્ષ હાજર થવામાં રાહતની માંગ કરી છે. જસ્ટિસ અરૂણા જગદિશન કમિશને રજનીકાંતને તેમની સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. આ કમિશન તુતીકોરીન પોલીસ ફાયરિંગની તપાસ કરી રહી છે. તુતીકોરિનમાં પોલીસ ફાયરિંગ દરમિયાન એન્ટી સ્ટરલાઇટ પ્રોટેકશન કરનારા 13 લોકોના જીવ ગયા હતા.
રજનીએ રાહત માંગી
રજનીકાંતે તેમના વકીલ દ્વારા સોગંદનામું દાખલ કર્યું છે જેમાં તેમણે કમિશન સમક્ષ જતાં રાહતની માંગ કરી છે અને કમિશન દ્વારા પૂછાયેલા પ્રશ્નોની સૂચિ મેળવવા માટે સોગંદનામું મુકવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રજનીએ પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, તેમના પોતાના આગમનને કારણે જનતાને ઘણી મુશ્કેલી પડી શકે છે.
જણાવી દઈએ કે ન્યાયાધીશ અરૂણ જગદીશને રજનીકાંતને આયોગ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. રજનીને 25 ફેબ્રુઆરીએ કમિશન સમક્ષ હાજર રહેવાનું છે.
તુતીકોરીન કેસની તપાસ કરવા, તેના તુતીકોરિનની મુલાકાત લેવા અને ત્યાંની ઘટનાની પૂછપરછ કરવા રજનીને આ આદેશ આપવામાં આવ્યો હતો. રજનીકાંતના વકીલ ઇલમ ભારતીએ એફિડેવિટની વિગતોની પુષ્ટિ કરી છે.
આ છે સમગ્ર મામલો
તમને જણાવી દઈએ કે, આ કેસ ભારતના સૌથી ખતરનાક પર્યાવરણીય પ્રોટેસ્ટનો છે, જે તુતીકોરીનમાં વેદાંતના સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટના સમાચાર પછી બન્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં 13 લોકો માર્યા ગયા હતા. રજનીકાંતે તુતીકોરિનમાં તેમના પ્રથમ પ્રવાસ દરમિયાન આ વિશે વાત કરી હતી અને તેને અસામાજિક તત્વોને જવાબદાર ઠેરવ્યા હતા.