પીઢ અભિનેતા રજનીકાન્તનું ગોવામાં આયોજીત રહેલા ૫૦માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સમ્માન કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી જાવેડકરે આ બાબતની ઘોષણા શનિવારે કરી હતી.
આ એવોર્ડથી કરવામાં આવશે સમ્માન
જાવેડકરે જણાવ્યું હતું કેલ્ફિલ્મ ફેટિવલમાં રજનીકાન્તનું આઇકોન ઓફ ધ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ આપીને સમ્માન કરવામાં આવશે. તેને આ પુરસ્કાર સિનેમામાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવશે.
આ ઘોષણા બાદ રજનીકાન્તે ટ્વીટ કરીને ભારત સરકાનો આભાર માન્યો હતો. ભારતના આંતરરાષ્ટ્રિય ફિલ્મ સમારંભની સુવર્ણ જયંતી પર મને આપેલા આ પ્રતિષ્ઠિ સમ્માન માટે હું ભારત સરકારનો આભારી છું, અને આભાર માનું છું.
ફેસ્ટિવલમાં ૫૦ મહિલા ફિલ્મસર્જકોની ફિલ્મો દર્શાવવામાં આવશે
આ ફિલ્મ ફેસ્ટિવલમાં ૫૦ મહિલા ફિલ્મસર્જકોની ફિલ્મો દર્શાવવામાં આવશે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદ થયેલ અમિતાભ બચ્ચનની પણ થોડી ફિલ્મો દાખવવામાં આવવાની છે.