સની લિયોની પર Rakhi Sawant એ એક ગંભીર આરોપ લગાવ્યો છે. બોલીવુડની બોલ્ડ અભિનેત્રીમાં પ્રખ્યાત અને તાજેતરમાં જુડવા બાળકોની બનેલી સની લિયોન પર રાખી સાવંતે જણાવ્યું છે કે, સની લિયોને તેનો નંબર પોર્ન ઇન્ડસ્ટ્રીને આપી દીધો છે. તેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાખી સાવંતનું કહેવું છે કે, આવું સની લિયોને તેમની સાથે કર્યું છે.
રાખી સાવંતે જણાવ્યું છે કે, “સની લિયોને મારો નંબર એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આપી દીધો છે, ત્યાર બાદ કેટલાક લોકો મને ફોન કરી રહ્યા છે. તે મારો વિડીયો અને મેડીકલ સર્ટિફિકેટના વિશેમાં પૂછી રહ્યા છે અને મને સારી રકમની ઓફર આપવામાં આવી રહી છે, પરંતુ આ કામમાં મને કોઈ રસ નથી. હું મરવાનું પસંદ કરીશ, પરંતુ તે દુનિયામાં જવાનું હું પસંદ કરીશ નહી.”
રાખી સાવંતે સની લિયોનનું આવું કરવાનું કારણ બતાવ્યું છે કે, “મે સનીને જુડવા બાળકો થવા પર શુભકામનાઓ પાઠવા માટે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. શુભકામનાઓ આપવા માટે વિડીયો પોસ્ટ કર્યા બાદ તેમને મને એક અનનોન નંબરથી કોલ કર્યો અને પૂછ્યું કે હું તમારી ઝેલસ ફિલ કરું છુ. હું કેમ ઇર્ષ્યા કરીશ?
ત્યાર બાદ રાખી એ પણ જણાવ્યું હતું કે, “મે બોલીવુડમાં સારૂ કામ કર્યું છે. લોકો પરિવાર સાથે બેસી મારું કામ જોવે છે. બસ, મારૂ એટલું જ કહેવું છે કે, પોર્ન ઇન્ડસ્ટ્રીથી જોડાયેલ લોકોએ મારા નંબરનો ખોટો ઉપયોગ ના કરે.
તમને જણાવી દઈએ કે, હું સની લિયોની સેરોગેસીની મદદથી જુડવા બાળકોની માતા બની છે. એવામાં રાખી સાવંતે તેમને શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમને ઘણી સારી વાતો કરી હતી. તેમ છતાં આ બાબતમાં પણ અત્યાર સુધી સુની લિયોનીને કંઈપન કહ્યું નથી.