Ram Charan : દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણને કોઈ પરિચયની જરૂર નથી. અભિનેતા હાલમાં 2024ની લોકસભા ચૂંટણીમાં પિતામપુરા મતવિસ્તારમાંથી તેના કાકા પદ્મ વિભૂષણ ચિરંજીવીના ભાઈ પવન કલ્યાણની જીતની ઉજવણી કરી રહ્યો છે. તાજેતરમાં જ રામ ચરણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પોતાની શુભેચ્છાઓ શેર કરતા, અભિનેતાએ લખ્યું કે ભારતના પ્રિય વડાપ્રધાન અને NDAને તેના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળની શરૂઆત માટે અભિનંદન.
Congratulations to India’s beloved Prime Minister @narendramodi Ji and #NDAGovernment commencing your historic third term. Looking forward to a more prosperous India under your reign. Jai Hind#Narendramodi #PMOath #ModiCabinet pic.twitter.com/OAKzJZU0BS
— Ram Charan (@AlwaysRamCharan) June 10, 2024
તમને જણાવી દઈએ કે, 10 જૂને રામ ચરણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહની એક અદ્ભુત તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ભારતના પ્રિય વડાપ્રધાન અને NDAને તેના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળની શરૂઆત માટે અભિનંદન. તમારા શાસન દરમિયાન વધુ સમૃદ્ધ ભારતની આશા છે. જય હિન્દ.