ફિલ્મ ‘બાહુબલી’મા રાજમાતાની ભૂમિકા ભજવનારી શિવગામી દેવીએ ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ ‘બાહુબલી’થી ઓળખ મેળવી હતી. શિવગામીનું અસલી નામ રામ્યા કૃષ્ણન છે. રામ્યા તેનો 49 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. રામ્યાએ ફક્ત 13 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. રામ્યા અમિતાભ બચ્ચન અને ગોવિંદા સાથે 1998મા ડેવિડ ધવનની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી. તે જ વર્ષે, રામ્યાએ બીજી ફિલ્મ ‘વજૂદ’ રજૂ કરી. તેમને નાના પાટેકર અને માધુરી દીક્ષિતની સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં નાના પાટેકર અને રામ્યાના કિસિંગ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. રામ્યાએ પોતાના કરતા મોટા સ્ટાર સાથે કિસિંગ સીન આપ્યો હતો.
રામ્યાએ શાહરૂખ સાથે ફિલ્મ ‘ચાહત’મા રોમાંસ કર્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ પૂજા ભટ્ટની સામે હતો. ફિલ્મનું ગીત ‘દિલ કી તન્હાઈ’ સુપરહિટ હતું. આ ફિલ્મમાં રામ્યાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રામ્યાની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેની પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 જેવી ઘણી લક્ઝરી કાર છે. રામ્યા હાલમાં તેના પરિવાર સાથે ચેન્નાઈના ઈંજમબક્કમમાં રહે છે. અહીં તેનો બંગલો છે. 2012મા રામ્યાની નોકરાણીએ લગભગ 10 લાખ રૂપિયાના સોનાના ઘરેણાની ચોરી કરી હતી.
2003મા રામ્યાએ તેલુગુ ફિલ્મ નિર્માતા કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર છે. રામ્યાએ તેની ફિલ્મી કરિયરમાં બોલીવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. રામ્યાના હીરોમાં શાહરૂખ ખાન, વિનોદ ખન્ના, નાના પાટેકર અને અમિતાભ બચ્ચનનું નામ શામેલ છે.
રામ્યા આ વર્ષે તમિલ ભાષાની ફિલ્મ ‘સુપર ડિલક્સ’મા જોવા મળી હતી. ફિલ્મમાં રામ્યાએ એક આધેડ ઉંમરની મહિલાની ભૂમિકા ભજવી હતી જે એક પોર્નસ્ટાર હતી. આ ફિલ્મનું નિર્દેશન ત્યાગરાજન કુમારરાજે કર્યું હતું. દિગ્દર્શક કુમારરાજાને ફિલ્મના શૂટિંગ દરમિયાન રમ્યાને ખાસ સીન માટે 2 દિવસમાં 37 વખત ટેક લેવા પડ્યા હતા.