Ranbir-Alia : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટી પૂરી થયા બાદ બંને મુંબઈ પહોંચ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીમાં હાજરી આપવા ઇટાલી ગયેલા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સોમવારે તેમની પુત્રી રાહા કપૂર સાથે મુંબઈ પરત ફર્યા હતા. લક્ઝુરિયસ કારનું દમદાર કલેક્શન ધરાવતા રણબીર અને આલિયા સોનિક ટાઈટેનિયમ કલરમાં તેમની નવી લક્ઝુરિયસ લેક્સસ એલએમ કારમાં જોવા મળ્યા હતા, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે.
કારના માલિકના જણાવ્યા અનુસાર આ કાર 4 સીટર MUV છે.
પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, બંનેની નવી કાર સોમવારે બપોરે મુંબઈના બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ વાસ્તુમાં પ્રવેશતી જોવા મળી હતી. જોકે, કારની અંદરથી રણબીર અને આલિયા દેખાતા ન હતા. રણબીર અને આલિયા 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલ 6 નવેમ્બર, 2022ના રોજ રાહા કપૂરના માતા-પિતા બન્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર આગામી સમયમાં રામાયણ અને લવ એન્ડ વોરમાં જોવા મળશે. બીજી તરફ, આલિયા પાસે વસંત બાલાની જીગરા અને જી લી ઝારા છે.