મુંબઈ : આલિયા ભટ્ટ – રણબીર કપૂરની જોડી હાલના સમયમાં ચર્ચામાં છે. સામાન્ય રીતે, જ્યાં બી-ટાઉન સ્ટાર્સ તેમના સંબંધને છુપાવે છે, ત્યારે આ સ્ટાર્સે કોઈને કોઈ પ્રકારે જાહેરમાં તેમના સંબંધો જાહેરમાં સ્વીકારી ચુક્યા છે. તાજેતરમાં રણબીર કપૂર અને આલિયાને ધર્માં પ્રોડક્શનની ઓફિસની બહાર સ્પોટ કરવામાં આવ્યા, પરંતુ ફોટોગ્રાફર્સને જોઈને બંને નજર બચાવતા દેખાયા હતા.
આલિયા અને રણબીર કપૂર બંને સ્પોર્ટસવેરમાં દેખાયા હતા. આ વર્ષે નાતાલના આગલા દિવસે બંને સ્ટાર્સની ફિલ્મ રિલીઝ થશે, જેનું નામ ‘બ્રહ્માસ્ત્ર’ છે. જોકે, ધર્માં પ્રોડક્શનની ઓફિસે બંને કયા ખાસ કારણથી આવ્યા હતા તે જાણવા મળ્યું નથી.
હાલના દિવસોમાં આલિયા ભટ્ટ અને રણબીરના લગ્ન વિશેની ચર્ચા ચાલી રહી છે. અહેવાલ અનુસાર, બંને જલ્દીથી સગાઇ કરી શકે છે. પરંતુ તાજેતરના ઇન્ટરવ્યુમાં, આલિયા દ્વારા આ બાબતને ફક્ત અફવા તરીકે જ ગણાવવામાં આવી છે.
આલિયા અને રણબીરના સંબંધને પહેલાથી જ પરિવારની સંમતિ મળી છે. આલિયાની માતા, સોની રાજદાન ભૂતકાળમાં કહ્યું હતું કે, જો આલિયા તેના સંબંધમાં ખુશ છે, તો અમે પણ ખુશ છીએ.