બોલિવુડ એક્ટર રણબીર કપૂર તેમની પ્રોફેશનલ લાઈફ કરતા વધારે તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. આજકાલ રણબીર કપૂરનું નામ Aalia Bhatt સાથે ચર્ચાઈ રહ્યું છે. અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં Aalia Bhatt અને રણબીર ફર્સ્ટ ટાઈમ સાથે નજર આવશે. ઘણીવાર રણબીર અને આલિયા સાથે નજર આવ્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રણબીર કપૂરે ઈશારો-ઈશારોમાં આલિયા ભટ્ટ સાથેના રિલેશનશિપ પર પોતાની વાત કબૂલી છે. જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે શું તે આલિયાને ડેટ કરી રહ્યા છે તો રણબીરે કહ્યું કે, આ મારા માટે એકદમ નવું છે અને હું આ વિશે વાત કરવા માંગતો નથી. તેને (આ રિલેશનને) હજુ થોડો સમય જોઈએ. થોડી સ્પેસ જોઈએ. એક કલાકાર તરીકે અથવા એક વ્યક્તિ તરીકે આલિયા. જ્યારે હું તેના કામને જોવું છુ, જ્યારે હું તેનો અભિનય જોવું છુ અથવા તેના અંગત જીવનમાં પણ તે કંઇક એવું કરે છે જેને હું મારી મહત્વાકાંક્ષાના રૂપમાં જોઉં છુ. આ અમારા બંને માટે નવું છે તો અત્યારે તેને આગળ વધવા દો. છેલ્લા કેટલાક દિવસથી એવી ખબર સામે આવી રહી હતી કે, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ બાદ આલિયા ભટ્ટની રણબીર કપૂર સાથે નજદીકિયા વધી રહી છે. બંને આ સમયે બુલ્ગારિયામાં તેમની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યાં બંનેની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી અત્યારથી લોકોને લલચાવી રહી છે પરંતુ તાજેતરમાં આલિયાની બર્થડે પાર્ટી દરમિયાન કંઇક એવું થયું કે, બંને રોમાંસની ખબર વધારે તેજ થઇ છે. આલિયા ભટ્ટે ૧૫ માર્ચે તેનો ૨૫ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તે દરમિયાન તેણે બુલ્ગારિયામાં ‘બ્રહ્માસ્ત્ર’ ના સેટ પર આ ખાસ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીના કેટલાક ફોટોઝ અને વિડીયો સામે આવ્યા હતા. આ ફોટોઝમાં આલિયા રણબીરની માતા સાથે પાર્ટી કરતા દેખાઈ હતી. જેમાં બંનેનું બોન્ડીંગ વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.