રણદીપ હુડા પત્ની સાથે આનંદ પંડિતની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યો હતો અને પાપારાઝીને અનેક પોઝ આપીને ખુશ કરી દીધા હતા. બન્ને ખુબ જ ખુશ દેખાતા હતા.
બોલિવૂડ એક્ટર રણદીપ હુડા તાજેતરમાં જ આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં તેની પત્ની સાથે પહોંચ્યો હતો. જ્યાં કપલનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.
રણદીપ હુડાએ હાલમાં જ મણિપુરની યુવતી લિન લેશરામ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારથી બધાની નજર આ કપલ પર ટકેલી છે. હવે લગ્ન બાદ બંને પહેલીવાર એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા છે.
વાસ્તવમાં રણદીપ અને લિન આનંદ પંડિતની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે સાથે આવ્યા હતા. હંમેશાની જેમ જ્યારે રણદીપ હુડા હેન્ડસમ લાગી રહ્યો હતો જ્યારે લિન પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ પાર્ટીમાં બંન્નેએ પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા.બંને ખુબ ખુશ દેખાતા હતા.પાર્ટીમાં રણદીપ હુડ્ડા ગ્રે ડિઝાઈનર સૂટમાં જોવા મળ્યો હતો અને તેની સાથે તેણે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા.બીજી તરફ લિન શાઇની યલો કલરના ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. લિન ટ્રેન્ડી જ્વેલરી સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.રણદીપ અને લિન બંન્નેએ પાપારાઝીઓને ખૂબ જ ક્યૂટ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.