રેલવે સ્ટેશન પર ગીત ગાઇને રાતોરાત ચર્ચામાં આવેલી સિંગર રાનૂ મંડલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે રાનૂ મંડલ પોતાના લુકને લઇને ટ્રોલ થઇ રહી છે. સાથે જ હવે રાનૂ મંડલનો એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલર્સના નિશાને આવી છે. આ વીડિયોમાં રાનૂ મંડલ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ફેશનના ગીત ‘ફેશન કા હૈ યે જલવા’ પર રેમ્પ વૉક કરતી નજરે આવી રહી છે. આ દરમિયાન રાનૂ મંડલ રેમ્પ વૉક કરતાં સ્માઇલ આપી રહી છે. સાથે જ રેમ્પ વૉક દરમિયાન તેની સાથે મેકઅપ આર્ટિસ્ટ સંધ્યા હતી. સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ રાનૂ મંડલના આ વીડિયોને ટ્રોલ કરી રહ્યાં છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે રાનૂ મંડલને ટ્રોલ કરવામાં આવી હોય.
વિચિત્ર મેકઅપના કારણે રાનૂ મંડલને ખૂબ ટ્રોલ કરવામાં આવી છે. તેના મેકઅપની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં રાનૂ મંડલનો મેકઅપ ભયાનક હતો. અગાઉ રાનૂ મંડલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં રાનૂ મંડલ પોતાના એક ફેન પર ભડકી ઉઠી હતી. હકીકતમાં રાનૂ મંડલની ફેન તેની સાથે સેલ્ફી લેવા માગતી હતી અને તે દરમિયાન ફેને રાનૂને સ્પર્શવાનો પ્રયાસ કર્યો તો રાનૂ તેના પર ભડકી ઉઠી હતી. તે બાદ રાનૂએ મીડિયાને પણ એટિટ્યુડ બતાવ્યો હતો જેના કારણે તેની ખૂબ ઝાટકણી કાઢવામાં આવી હતી.