મુંબઈ : રેલવે સ્ટેશન પર રહેતા અને ગાયા કરતા રાનુ મંડલની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ. મુશ્કેલ જીવન પછી બોલિવૂડની ફિલ્મોમાં ગાવાનું એ રાનુ મંડલ માટે સપનાથી ઓછું ન હતું. લતા મંગેશકરનાં એક ગીતે તેમને સ્ટાર બનાવી દીધી છે. લતા મંગેશકરના ગીતને લઈને રાનુ મંડલ ફરી એકવાર ચર્ચામાં છે.
ખરેખર, રાનુ મંડલ તાજેતરમાં જ રિયાલિટી શો કોમેડી સ્ટાર્સમાં સાઉથના મહેમાન તરીકે પહોંચ્યા હતા. શોમાં શ્રોતાઓની વિનંતી પર તેમણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગાનું પ્રખ્યાત ગીત ‘તુઝે દેખ તો યે જાન સનમ’ સંભળાવ્યું હતું. લતા મંગેશકર દ્વારા ગાયું આ ગીત રાનુએ ઉત્તમ રીતે રજૂ કર્યું. શોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે.
શોની હોસ્ટ રિમિ ટોમીએ પણ રાનુ સાથેનો ફોટો તેના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે રાનુ સાથે એક ટૂંકી વિડીયો ક્લિપ પણ શેર કરી છે.