અનુષ્કા શર્મા અને સોનમ કપૂરની ગ્રાન્ડ વેડીંગ પછી મંગળવારે અન્ય એક બોલિવૂડ કપલ પણ લગ્ન કરવા જઈ રહ્યું છે. અહીં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની વાત ચાલી રહી છે. લાંબા સમયથી વાત સાંભળવા મળી રહી છે કે તેઓ આ વર્ષના અંતમાં લગ્ન કરવાના છે. હવે તેમની લગ્નની તારીખ જાહેર કરી છે. રણવીર અને દીપિકાના લગ્ન 18 થી 20 નવેમ્બરની વચ્ચે થશે. લગ્નની તારીખ 19 નવેમ્બર રાખવામાં આવી છે. એવું સાંભળવા મળ્યું છે કે બંનેના લગ્ન મુંબઈમાં થશે. દીપિકાએ લગ્નની શોપિંગની શરૂઆત પણ કરી દિધી છે. જો કે, બંને કલાકારોએ લગ્નનીવાતો અફવાઓ છે તેવો અહેવાલ આપ્યો છે પરંતુ સતત આવતા અહેવાલો જોતાં એવું લાગે છે કે આ શક્તિશાળી કપલ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. સોનમ કપૂરે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેમના પરિવાર વાળા આ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, થોડા સમય પહેલા દીપિકાના માતા-પિતા રણવીરના માતા-પિતાને મળવા માટે બેંગલોરથી મુંબઇના આવ્યા હતા. આ બંને પરિવારો દીપિકાના ઘરે મળ્યા અને લગ્નની તારીખ પર ચર્ચા કરી હતી. આ પછી બંને પરિવારો ડિનર માટે બહાર ગયા હતા. રણવીર-દીપિકાને ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે પરંતુ રણવીરના માતા – પિતા ઈચ્છે છે કે લગ્ન મુંબઈમાં થાય કારણ કે તેમના મોટા ભાગના સંબંધીઓ ત્યાં રહે છે. દીપિકાના લગ્નને લગતા સમાચાર સ્વીકારવાનું એક મોટુ કારણ એ છે કે પદ્માવત પછી, દીપિકાએ વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સાઈન કરી છે. આ સિવાય, તેણે બીજી કોઈ પણ ફિલ્મ સાઈન કરી નથી.