નવી દિલ્હી : કોહલીની ટીમએ ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનમાં રમાયેલી આઈ.સી.સી. વર્લ્ડ કપ -2019ની ચોથી મેચમાં પાકિસ્તાનને 89 રનથી પરાજય આપ્યો હતો. આ મહાન ટક્કર બાદ જીતની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. પરંતુ આ ઉજવણી મેચની મધ્યમાં શરૂ થઈ ગઈ હતી, જ્યારે કોમેન્ટરી બૉક્સમાં રણવિર સિંહ ભૂતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર સાથે મળીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
રણવીર સિંહ ભારતીય ટીમને ચીયર કરવા માટે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. પ્રથમ ઓવરથી જ દરેકની નજર મેચ પર ટકી હતી. મેચની શરૂઆત સાથે ઉજવણીનું વાતાવરણ બનાવવામાં આવ્યું. આ જીતની ઉજવણી, રણવીર સિંહ અને સુનિલ ગાવસ્કર એ કોમેન્ટરી બૉક્સમાં ડાન્સ કરીને કરી છે. ક્રિકેટર હરભજન સિંહે એક વિડીયો રીટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં, રણવીર અને સુનિલ શમ્મી કપૂરના સુપરહિટ નંબર ‘બદન પે સિતારે લપેટે હુએ…’ પર ડાન્સ કરતા દેખાય છે.
During the match today What a moment when sunny bhai dance ?⭐️ turbanator cam ? https://t.co/vDSavcpFOT
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 16, 2019
રણવીર સિંહને ક્રિકેટના મેદાનમાં જોવો એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું. પરંતુ મેચ દરમિયાન, રણવીર સિંહનો ઉત્સાહ જોઈને લાગતું હતું કે તે ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો ચાહક છે. રણવીર સિંહ સૂટ – બુટ પહેરીને ક્રિકેટ ગ્રાન્ડ જોવા મળ્યો હતો. તેણે વિરાટ કોહલીને ગળે લગાવીને શુભકામના પાઠવી હતી.
Imagine if this was not #RanveerSingh but some ordinary citizen dressed up like crazy… pic.twitter.com/40Iq8tSXHt
— Jeetender Gupta (@jguptallb) June 17, 2019
ભારતીય ઓલ-રાઉન્ડર રમતના કારણે, ભારતીય ક્રિકેટ ટીમે રવિવારના રોજ ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ -2019ની ચોથી મેચમાં પાકિસ્તાનને 89 રનથી પરાજય આપ્યો હતો. મેચનો નિર્ણય ડકવર્થ-લેવિસ રુલના આધારે કરવામાં આવ્યો હતો.
Spotted: #KapilDev wishing #TeamIndia the very best @RanveerOfficial – #CWC19 #India #Pakistan pic.twitter.com/RT3rNzoSO6
— Devansh Patel (@PatelDevansh) June 16, 2019