નવી દિલ્હી : એમેઝોન પ્રાઈમની નવી સિરીઝ ‘રસભરી’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ સિરીઝમાં સ્વરા ભાસ્કરની ડબલ ભૂમિકા છે. તે એક અંગ્રેજી શિક્ષકની ભૂમિકા નિભાવતી જોવા મળશે પરંતુ તે વેશ્યાની ભૂમિકામાં પણ છે. નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત, આ સિરીઝની વાર્તા એક કિશોરવયના છોકરાની છે જે તેના અંગ્રેજી શિક્ષક પર ફિદા થઇ જાય છે.
2 મિનિટ 19 સેકન્ડના ટ્રેલરમાં કોઈ બોલ્ડ સીન નથી, પરંતુ વાર્તા એકદમ સસ્તી નવલકથા જેવી છે જેના કારણે તે ખૂબ ટ્રોલ થઈ રહી છે. એમેઝોન પ્રાઈમની આ નવી હિન્દી વેબ સિરીઝમાં, દર્શકોને શું કંઇક નવું અને વિશેષ મળે છે, તે ફક્ત સમય સાથે જાણી શકાય છે, પરંતુ ટિપ્પણી બોક્સમાં ટ્રેલરની પ્રતિક્રિયા જોતા એવું લાગે છે કે એમેઝોન દ્વારા આવી સામગ્રીને પીરસવામાં આવે તે દર્શકોને પસંદ આવી રહ્યું નથી.