મુંબઈ : કોરિયોગ્રાફર રેમો ડીસુઝાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરિયોગ્રાફરની તબિયત પહેલા કરતાં ઘણી સારી છે.
ખુદ રેમોએ સોશ્યલ મીડિયા પર એક વીડિયો દ્વારા કહ્યું છે કે તે હવે ઠીક છે. તેણે તેના તમામ ચાહકોનો પણ આભાર માન્યો છે. હંમેશની જેમ, આ વખતે પણ રેમોએ એક ખાસ વિડીયોના માધ્યમથી ચાહકોને આ સંદેશ આપ્યો છે.
રેમોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રેમોનું ખૂબ જોમ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. ઘણા ફુગ્ગા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.