મુંબઈ : કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને આ વાયરસ દ્વારા અત્યાર સુધીમાં1.5 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 120 કેસ નોંધાયા છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, એવા કેટલાક અહેવાલો પ્રાપ્ત થયા છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકો હોસ્પિટલોથી ભાગતા હોય છે, જેથી આ વાયરસથી ચેપ લાગવાનું જોખમ અન્ય લોકો પર રહે છે. આ મુદ્દે અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને એકતા કપૂર વચ્ચે ટ્વિટર યુદ્ધ (વોર) થયું હતું.
ઋચાએ કહ્યું, સામાન્ય માણસને વહીવટ પર બહુ વિશ્વાસ નથી
હકીકતમાં સ્ટેન્ડઅપ કોમેડિયન અદિતિ મિત્તલે એક ટ્વીટમાં કહ્યું હતું કે, લોકો સરકાર પર વિશ્વાસ ન હોવાને કારણે હોસ્પિટલથી ભાગતા હોય છે. તેમણે લખ્યું, ભારતમાં કોરોના ચેપથી પીડિત લોકો હોસ્પિટલો અને તબીબી વહીવટથી ભાગી રહ્યા છે. તે બતાવે છે કે સામાન્ય ભારતીય નાગરિકનો રાજ્ય અને સરકાર સાથે કેવો સંબંધ છે.
All these people running away from hospitals and medical authorities in India when they have symptoms of #Covid19 is the best indicator of the relationship and trust that the average Indian citizen has with the state and government.
— aditi mittal (@awryaditi) March 15, 2020
ઋચાએ પણ અદિતિ મિત્તલના આ ટ્વિટને ટેકો આપ્યો હતો અને લખ્યું હતું કે તે આવા વર્તનની હિમાયત કરતી નથી પરંતુ તે ક્યાંક અદિતિની વાત સાથે સંમત છે. જોકે, નિર્માતા એકતા કપૂર બંને સાથે અસંમત દેખાઈ હતી. તેમણે લખ્યું કે આ કોઈ ખતરનાક વાયરસ પર રાજકારણ કરવાનો સમય નથી.
એકતાએ કહ્યું, વાયરસને લઈને રાજકારણ માટે કોઈ સમય નથી
તેણે લખ્યું, હું તમારી સાથે સહમત નથી. વાયરસનું રાજકીયકરણ કરવાનો આ સમય નથી. આ વહીવટની ઓછી ભૂલ છે જેઓ તેમના પોતાના જીવન પર રમી રહ્યા છે અને જેઓ આ વાયરસથી સંક્રમિત છે તેમની વધુ જવાબદારી છે. હું જોવા માંગુ છું કે, આ લોકો ત્યારે પણ ભાગશે જયારે વહીવટી તંત્ર દ્વારા એવોર્ડ આપવામાં આવી રહ્યો હોય.
I don’t agree! It’s not d time to politisize a pandemic !ths has less to do with d authorities that are risking their own lives …n more to do with irresponsibility!wanna see if they would run if they were getting a reward!!
— Ekta Kapoor (@ektarkapoor) March 15, 2020
આ અંગે ઋચાએ કહ્યું કે. તે આ મુદ્દા પર રાજનીતિ નથી કરી રહી કારણ કે દરેક રાજ્યની જુદી જુદી સરકારો હોય છે અને દેશભરમાં લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. જો કોરોના વાયરસથી સંક્રમિત લોકો હોસ્પિટલોથી ભાગી જાય છે, તો તે ખૂબ જ બેજવાબદાર કૃત્ય છે. જો કે, જો તમે આ લોકોને એવું પૂછો કે આવું શા માટે છે, તો તમે જાણતા હશો કે લોકોનો સિસ્ટમ અને વહીવટ પર કેટલો વિશ્વાસ છે.
Can’t possibly politicise this Ekta, cuz the political parties in each state are different, and people have been infected pan-India. Those who ran away, evaded quarantine are irresponsible, but if you ask them why, it’s a general mistrust of authorities. Not making this up. https://t.co/NbzhuqdJvp
— TheRichaChadha (@RichaChadha) March 15, 2020
એકતાએ લખ્યું, ડર અને ગભરાટ સમજી શકાય તેવું છે, પરંતુ આ હોવા છતાં, તે બેજવાબદાર વર્તન છે અને કોઈ પણ બહાનું આ બાબતમાં ન્યાયી ઠેરવી શકાય નહીં. લોકો ડરતા હોય છે અને પછી આ ડરને કારણે, તેઓ કોઈ પણને દોષી ઠેરવી શકે છે. આપણે પરિપક્વ થઈને સમજવું જોઈએ કે આવું કોઈ કારણ ચાલી શકશે નહીં. તેમ છતાં હું તમારા મંતવ્યનો આદર કરું છું.
Fear n panic understood it’s still irresponsible! N no excuse is justified ! Ppl r scared n will blame fear on anything n anyone ! We shud b mature enough not to buy it ! Anyways respect ur point of view tho:)
— Ekta Kapoor (@ektarkapoor) March 15, 2020
આ પછી ઋચાએ એક વીડિયો શેર કર્યો જેમાં હોસ્પિટલના લોકો હોળી રમતા જોવા મળી શકે છે. ઋચાએ લખ્યું છે, તેથી જ સામાન્ય માણસ માટે વહીવટ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આપણે બધા એમાં સાથે છીએ એકતા કપૂર. આ વાયરસ ક્યાંક સારી તક છે જેથી આપણે આપણા દેશના આરોગ્ય સંભાળના માળખા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
This is why its hard for the common man to trust “authorities”. ? we’re all in this together @ektarkapoor … it’s the same as ppl not choosing fgovernment hospitals unless they HAVE to. This pandemic can also be an opportunity for us to focus on our healthcare infrastructure. https://t.co/Us6Wh9BaZj
— TheRichaChadha (@RichaChadha) March 15, 2020