મુંબઈ : ઋચા ચઢ્ઢા તેની ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેણીના વ્યાવસાયિક કાર્યની સાથે રાજકીય અને પર્યાવરણને લગતી પોસ્ટ્સ પણ શેર કરે છે. તેણે તાજેતરમાં જ એક વિડીયો રીટ્વીટ કર્યો છે, જેમાં વ્હેલ માછલી આશ્ચર્યજનક રીતે મહિલાને આઇફોન પરત કરતી જોઈ શકાય છે.
ટ્વિટર પ્રોફાઇલ સાયન્સ ગર્લે આ વિડિઓ શેર કરી છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – આ તે જ ક્ષણ છે જ્યારે બેલુગા વ્હેલે એક મહિલાનો આઇફોન દરિયાની અંદરથી પાછો આપ્યો. કારણ કે, આ મહિલાનો ફોન આકસ્મિક રીતે પાણીમાં પડી ગયો હતો. આ ઘટના નોર્વેના હેમરફેસ્ટ હાર્બરની છે.
This is the moment a beluga whale returns a women’s iPhone after she drops it into the water by accident in Hammerfest harbour, Norway. pic.twitter.com/fWqow8ISy7
— Science girl (@gunsnrosesgirl3) February 6, 2020