મુંબઈ :બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર ઘણા રસપ્રદ વિડિયોઝ શેર કરવા સાથે સાથે તેમના પર્સનલ અપડેટ્સ પણ આપે છે. તાજેતરમાં જ તેમણે આવી જ એક પોસ્ટ બનાવી છે જેમાં તે સાંપ્રદાયિક સુમેળનો સંદેશ આપતો જોવા મળે છે. ગયા મહિને દિલ્હીમાં હિંસા ફાટી નીકળ્યા પછી, ઘણા સેલેબ્સે પણ આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા અને સ્ટાર્સે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
રિતેશે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. ટિકટોક પર રિલીઝ થયેલા આ ગીતના શબ્દોમાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં રિતેશે લખ્યું છે, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ. નોંધનીય છે કે, આ ગીત વર્ષ 2015 માં રિલીઝ થયેલી ફિલ્મ બંગિસ્તાનનું છે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ અને રિતેશ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ગીતનું નામ મૌલા છે અને તે ઋતુરાજ મોહંતી અને રામ સપંતે ગાયું હતું. આ ગીતના શબ્દો પુનીત કૃષ્ણાએ લખ્યા છે. મૂળ ગીત અહીં સાંભળી શકાય છે.
हिंदू-मुस्लिम …. भाई-भाई pic.twitter.com/VOLUeI49hy
— Riteish Deshmukh (@Riteishd) March 3, 2020