મુંબઈ : ભોજપુરીના જાણીતા ગાયક રિતેશ પાંડેનું પહેલું રેપ ગીત ‘હેલો કૌન’ પહેલાથી જ સુપર ડુપર હિટ રહ્યું હતું, પરંતુ હવે આ ગીતએ રેકોર્ડ બનાવ્યો છે. રિતેશનું આ ગીત હવે ભોજપુરી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું હિટ ગીત બની ગયું છે, કેમ કે ‘હેલો કૌન’ ગીતને માત્ર બે મહિનામાં જ 33,28,54,746 વ્યૂ મળી ચૂક્યા છે અને દોઢ કરોડથી વધુ લાઈક્સ મળી છે. અત્યાર સુધીમાં ભોજપુરીના બે સૌથી મોટા ગીતો ‘રાત દિયા બુતા કે’ અને ‘છલકત હમરો જવનિયા’નો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
આ ગીત રિદ્ધિ મ્યુઝિક વર્લ્ડની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 9 ડિસેમ્બર 2019 ના રોજ રીલિઝ કરવામાં આવ્યું હતું, સ્નેહ ઉપાધ્યાય સાથે રિતેશ પાંડેએ ગાયું હતું. આ ગીત રિલીઝ થતા જ વાયરલ થયું હતું. આ ગીત એટલું વાયરલ થયું કે તે ભોજપુરીથી બોલિવૂડ સુધી પહોંચ્યું, જ્યાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ આ ગીતની ટિક ટોક વીડિયો પોસ્ટ કર્યો. તેમણે ગીતને પણ બિરદાવ્યું. રિતેશનું આ ગીત એટલું સાફ હતું કે તેને સામાન્ય લોકોએ અપનાવ્યું હતું. મોટી સંખ્યામાં ટીકટોક વિડીયો અને મીમ્સ બનાવવામાં આવ્યા હતા. ‘હેલો કૌન’ ગીતની લોકપ્રિય અપીલ એ છે કે આજે પણ તે દર પાંચ મિનિટમાં 16910 વખત જોવાઈ રહ્યું છે.