મુંબઈ : ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’માં મુખ્ય પાત્ર ભજવનાર મોહમ્મદ નઝિમ હાલમાં તેમના વતન પંજાબમાં છે અને તે તેના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં, નાઝિમ સાથે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી થઈ, જેનો અનુભવ તેણે મીડિયા સાથે વિશેષ વાતચીતમાં શેર કર્યો છે.
તેણે કહ્યું, “મને પ્રથમ ટ્રાંઝેક્શન સંદેશ મળ્યો, જેના પર મેં વધારે ધ્યાન આપ્યું નહીં, 1 દિવસ પછી મને 2 ટ્રાન્ઝેક્શનના મેસેજીસ પાછા મળ્યા કે તમે ઓનલાઇન શોપિંગ કર્યું હતું, જ્યારે મેં કોઈ ખરીદી કરી ન હતી. મને થયું કે કંઈક ખોટું થયું છે અને પછી હું બેંકમાં ગયો અને મેં મારું ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યું, બેન્કરોએ કહ્યું છે કે, મારા પૈસા પાછા મળી જશે.”
નાઝિમે કહ્યું કે તે 2 મહિનાથી ઘરે હતો અને તે ક્યારેય ઓનલાઈન શોપિંગ કરતો નથી કારણ કે તેને ઓનલાઇન શોપિંગ જરાય પસંદ નથી. તેમણે કહ્યું, “જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં હવે ચોરો પર પણ દયા આવે છે, તેમની મજબૂરી શું હશે તે ખબર નથી પણ ચોરી કરવી ખોટી વાત છે.”
ઉલ્લેખનીય છે કે, નાઝિમના ક્રેડિટ કાર્ડથી 25 હજાર સુધીની ખરીદી થઈ હતી, પરંતુ છેતરપિંડી અને વધતા જતા કે પૈસાની ચોરી થાય તે પહેલાં, નાઝીમે યોગ્ય સમયે તેનું કાર્ડ બ્લોક કરાવ્યું. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે ક્રેડિટ કાર્ડની વિગતો ચોર સુધી કેવી રીતે પહોંચી, કારણ કે નાઝિમે કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરી નથી.