મુંબઈ : હાલના દિવસોમાં સૈફ અલી ખાનનો ‘લાલ કપ્તાન’ ફિલ્મમાં ‘નાગાસાધુ’ અવતાર જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત છે. પરંતુ શું તમને ખબર છે કે, સૈફને આ જબરદસ્ત લૂક આપનાર કોણ છે. તમને જણાવી દઈએ કે સૈફને આ અવતારમાં ઉતારનાર એ જ કલાકાર છે, જેણે ‘પદ્માવત’માં રણવીર સિંહને ‘ખીલજી’નો ખતરનાક લૂક આપ્યો હતો.
એક નાગા સાધુનો લૂક ખુબ જ અલગ હોય છે અને ‘લાલ કપ્તાન’માં સૈફને આ લૂકના જ રંગમાં ઢાળવાનું દર્શન યેવાલેકર માટે સરળ ન હતું. યેવાલેકર તે જ વ્યક્તિ છે જેણે ‘પદ્માવત’ ફિલ્મમાં રણવીર સિંહને અલાઉદ્દીન ખીલજીનો લૂક આપ્યો હતો. પદ્માવતમાં લોકોએ ખીલજીના લૂકમાં રણવીરને ખુબ પસંદ કર્યો હતો. રણવીરના અભિનયની સાથે તેના લૂકે પણ પ્રશંસા મેળવી હતી.
દર્શન યેવાલેકરે કહ્યું કે, ‘એક નાગા સાધુ તે વ્યક્તિ છે જે સામાજિક જીવન સહીત દરેક વસ્તુનો ત્યાગ કરી દે છે. આ સાધુ હંમેશા રાખથી ઢંકાયેલા રહે છે. જે એક સફેદ પાવડરની જેવી હોય છે. તેઓ ઈશ્વરના માર્ગનું અનુસરણ કરે છે એટલે તેઓ તેમના વિષે પણ વિચારતા નથી. તેઓ ક્યારેય તેમના માથાના વાળ કે દાઢીના વાળ કાપતા નથી. એવી સ્થિતિમાં જટા હોવી સ્વાભાવિક છે. અહીંથી જ આ લૂક માટે પ્રેરણા મળી.”
તેમણે વધુમાં કહ્યું કે, ” સૈફ પર નાગાસાધુનો વાસ્તવિક અને સાહસિક લૂક જીવંત કરવાનો વિચાર હતો. હવે આ માટે અમને લાંબા વાળ અને વધેલી દાઢી પર કામ કરવાનું હતું. આ માટે મેં સૈફને વાળ અને દાઢી વધારવાનું કહ્યું કારણ કે ત્યારે જ અસલી વાળ અને એક્સ્ટેંશન વચ્ચે મિશ્રણ બનાવી શકાય.
દર્શને કહ્યું,’ફર્સ્ટ લૂક બે કલાક સુધી ચાલ્યો. માત્ર નિર્દેશક અને પ્રોડક્શન જ નહીં પરંતુ સૈફએ પણ તે લૂક માટે ખુબ જ ધીરજ રાખી. કારણ કે તેઓ જાણતા હતા કે અમે કઈંક એવું બનાવવા માંગતા હતા જે અમારા કન્ફર્ટ ઝોનની બહાર હતું. એવું નથી કે આટલા મુશ્કેલ લૂક હું રોજ બનવું છું એટલે મારે સુધારો અને પ્રયોગ કરવા પડ્યા.”
નોંધનીય છે કે, ફિલ્મ ‘લાલ કપ્તાન’ 18 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.