મુંબઈ : બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન આજકાલ ફૂલ્યો સમાતો નથી, કારણ કે તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ છે. જે બાદ તેણે ફિલ્મ અંગે મોટું નિવેદન આપતાં ખુશી વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે આજ સુધી આ પાત્ર તેના શ્રેષ્ઠ પાત્રોમાંનું એક બની રહ્યું છે.
સૈફે કહ્યું કે, “આવી પ્રેરણાદાયી અને મનોરંજક ફિલ્મનો ભાગ બનવા પર ખરેખર ખુશ છું. આ ભૂમિકા બદલ અજયનો આભાર, જે મારા અત્યાર સુધીના શ્રેષ્ઠ પાત્રોમાંની એક બની રહી છે. ઓમ રાઉત, કુમાર જી, એડીએફ ફિલ્મો ભગવાન તમારા પર કૃપા બનાવી રાખે અને સાથે સુબેદાર માલુસરે તેમજ છત્રપતિ શિવાજી મહારાજની સ્મૃતિ પર પણ.”