મુંબઈ : ‘દબંગ 3’નું રોમેન્ટિક ગીત પણ રિલીઝ થઇ ગયું છે. આ ગીતનું નામ ‘નૈના લડે’ છે અને આ ગીતમાં 53 વર્ષીય સલમાન અને 21 વર્ષીય સઇ માંજરેકર રોમાંસ કરતા જોઇ શકાય છે. ‘દબંગ’ અને ‘દબંગ 2’ના રોમેન્ટિક ગીતોમાં રાહત ફતેહ અલી ખાને અવાજ આપ્યો હતો, જ્યારે ‘દબંગ 3’નું ગીતમાં જાવેદ અલીએ અવાજ આપ્યો છે. આ ગીતના શબ્દો દાનિશ સાબરીએ લખ્યા છે.
‘નૈના લડે’ એક રોમેન્ટિક ગીત છે જેમાં યુવા ચૂલબુલ પાંડે અને સઇ માંજરેકર જોઇ શકાય છે. સઇએ આ ફિલ્મમાં ખુશીનું પાત્ર ભજવ્યું છે. અગાઉ ‘તેરે મસ્ત મસ્ત દો નૈન’ની જેમ આ ગીત પણ લોકપ્રિય થશે તેમ માનવામાં આવે છે. આ ગીતને ટ્વિટર પર શેર કરતી વખતે સલમાને લખ્યું, ‘જુઓ માસુમ ખુશીનું બ્યુટીફૂલ ગીત, નૈના લડે.’
Dekhiye maasoom si Khushi ka beautiful sa gaana, #NainaLadehttps://t.co/e1AJo48KAi@arbaazSkhan @sonakshisinha @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SajidMusicKhan @wajidkhan7 @javedali4u @adityadevmusic @danishsabri12 @SapruAndRao @SKFilmsOfficial
— Chulbul Pandey (@BeingSalmanKhan) December 6, 2019