મુંબઈ : બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તાજેતરમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ સાથેની એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ખરેખર, આ તસવીર માટે સલમાન ખાનને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં, સલમાન ખાને તેના ગળામાં જે મફલર લગાવ્યું છે તેની બોર્ડર લાઈન પર હરણ ચિત્રાયેલા દેખાય રહ્યા છે. આ માટે સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ટીકાકારો આ હરણને સલમાન ખાનના હરણના કેસ સાથે જોડીને ટ્રોલ કરી રહ્યા છે.
સલમાને મીરાબાઈને ગળે લગાવી અને તાજેતરમાં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફોટામાં સલમાને કાળું ટી-શર્ટ પહેર્યું હતું અને તેના ગળામાં સ્ટોલ નાખેલી હતી. મીરાબાઈએ ગુલાબી રંગનું જેકેટ પહેર્યું હતું. બંને કેમેરાને શાનદાર પોઝ આપી રહ્યા છે. સલમાને તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો સાથે કેપ્શન લખ્યું, ‘સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને અભિનંદન .. તમારી સાથે સુંદર મુલાકાત, શુભકામનાઓ.’
જો કે, જલદી જ ચાહકોની નજર આ ફ્રેમમાં દેખાતા હરણ પર પડી, અને ભાઈજાનને ટ્રોલ કરવાનું શરુ કર્યું. એક યુઝરે લખ્યું, સ્ટોલ મેડાલિસ્ટના ગળે નાખવી જોઈએ, સલમાનભાઈએ ક્યુ મેડલ જીત્યું છે, મને લાગે છે હરણને મારવાનું ગોલ્ડ મેડલ… અન્ય એક યુઝરે લખ્યું, ભાઈના ગમચા પર હરણ. બીજા યુઝરે લખ્યું, ભાઈને હરણ ઉપર શું પ્રેમ છે.
તમને જણાવી દઈએ કે મીરાબાઈએ મહિલા વેઈટલિફ્ટિંગ 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અગાઉ અનુષ્કા શર્મા, અનિલ કપૂર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ. દિયા મિર્ઝા, આર માધવન જેવા ઘણા સ્ટાર્સે મીરાબાઈની પ્રશંસા કરી છે.