Salman Khan: અભિનેતાને ધમકી આપનાર વ્યક્તિની કરવામાં આવી ધરપકડ, 35 વર્ષનો આ શખ્સ પોલીસના હાથે ઝડપાયો.
‘5 કરોડ રૂપિયા આપો અથવા બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જાઓ અને કાળા હરણનો શિકાર કરવા બદલ માફી માગો…’ Salman Khan ને આ ધમકી આપનાર વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપીની કર્ણાટકમાંથી ધરપકડ કરી છે. 10 દિવસમાં સલમાન માટે આ ત્રીજી ધમકી હતી. પોલીસે 35 વર્ષીય વિક્રમની ધરપકડ કરી છે. મેસેજ મોકલીને આ વ્યક્તિએ કથિત રીતે Lawrence Bishnoi ગેંગના નામે સુપરસ્ટારને ધમકી આપી હતી.
મેસેજ મોકલનારની ઓળખ વિક્રમ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અહેવાલ મુજબ, પોલીસ આ કેસમાં વધુ તપાસ માટે વિક્રમને મુંબઈ પરત લાવશે.
ધમકી દ્વારા 2 માંગણીઓ કરવામાં આવી હતી
મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશ મળ્યો હતો અને મોકલનારએ પોતાની ઓળખ Lawrence Bishnoi ના ભાઈ તરીકે આપી હતી. આરોપીએ પોતાના મેસેજમાં બે માંગણીઓ કરી હતી. પહેલા બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને કાળા હરણના શિકાર માટે માફી માગો અથવા 5 કરોડ રૂપિયા ચૂકવો. મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે જો સલમાન આમાંથી કોઈ પણ કામ ન કરી શકે તો તેનો જીવ જોખમમાં આવી શકે છે.
Baba Siddiqui ની હત્યા બાદ Salman ની સુરક્ષા વધારી દેવામાં આવી છે
10 દિવસમાં Salman Khan ના નામે આ ત્રીજો ધમકીભર્યો સંદેશ હતો, જેના પર પોલીસે જૂની ધમકીઓની જેમ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે શેરા સહિત 50થી વધુ ગાર્ડ તેમની સુરક્ષા માટે હાજર છે.
Salman ધમકીઓથી ડરતો નથી, કામ કરી રહ્યો છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ધમકીઓ વચ્ચે પણ સલમાન ‘બિગ બોસ 18’ અને ‘સિકંદર’નું શૂટિંગ કરી રહ્યો છે.