મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ફરી એકવાર પોતાના ખાસ રેકોર્ડના કારણે હેડલાઇન્સમાં છે. સલમાન, જે ઘણી વાર તેની ફિલ્મ્સ તેમજ બ્રાન્ડ માટે ભારે ફી લે છે, તેની ફીના કારણે ફરી એકવાર તે ધૂમ મચાવી રહ્યો છે.
અહેવાલો અનુસાર, સલમાન ખાનને સ્માર્ટફોન કમર્શિયલના શૂટિંગ માટે એક દિવસમાં 7 કરોડ રૂપિયા મળ્યા છે. નોંધનીય છે કે, ઘણી વખત આવા શૂટિંગ ત્રણથી પાંચ દિવસ સુધી ચાલે છે. મિડ-ડે રિપોર્ટ અનુસાર, સલમાને ફેબ્રુઆરીમાં મહેબૂબ સ્ટુડિયોમાં આ કમર્શિયલ શૂટ કર્યું હતું. એક સ્ત્રોતે ફિલ્મ પોર્ટલને જણાવ્યું હતું કે, હજી સુધી કોઈ સ્ટારે બ્રાન્ડના શૂટિંગ માટે આટલી રકમ મેળવી નથી.