મુંબઈ : છેલ્લા ઘણા દિવસોથી લોકડાઉનને કારણે બધુ જ બંધ છે, જ્યારે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારમાં એક દુ: ખદ ઘટનાના સમાચાર મુંબઈમાં પ્રકાશમાં આવ્યા છે. સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લા ખાનનું નિધન થયું છે. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અબ્દુલ્લાને તેના ફેફસામાં ચેપ લાગ્યો હતો. બે દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ સલમાનનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
મળતી માહિતી મુજબ અબ્દુલ્લાને ફેફસામાં ચેપ લાગ્યો હતો. બે દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ખાનના મૃત્યુ અંગે સલમાન ખાને જ માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર અબ્દુલ્લા વિશે એક ટ્વીટમાં ચાહકો સાથે આ મામલો શેર કર્યો છે. સલમાને એક ટ્વિટમાં અબ્દુલ્લાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે અબ્દુલ્લાના ફોટોને ટ્વીટ કરીને લખ્યું હતું – ‘હંમેશાં તને પ્રેમ કરીશું.’
Will always love you… pic.twitter.com/bz0tBbe4Ny
— Salman Khan (@BeingSalmanKhan) March 30, 2020
સલમાન ખાને અબ્દુલ્લા સાથે તસવીર શેર કરી છે. નોંધનીય છે કે, સલમાનના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અભિનેતા રાહુલ દેવે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે આ દુઃખની ઘડીમાં સલમાનના પરિવારને ભગવાન પાસે હિંમત આપવાની પ્રાર્થના કરી. આ સાથે જ ચાહકો સોશ્યલ મીડિયા પર પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, ઘણી વખત અબ્દુલ્લા સલમાન ખાન સાથે જીમ વીડિયોમાં જોવા મળ્યો હતો, સલમાને પણ તેને ખોળામાં લઇને એક વીડિયો શેર કર્યો હતો.