મુંબઈ : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ટૂંક સમયમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મમાં સરદારની ભૂમિકા નિભાવતો જોવા મળશે. ફિલ્મ અંગે ચાહકોમાં ચકચાર મચી છે અને આ દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન પણ ટૂંક સમયમાં પાઘડી પહેરેલો જોવા મળશે. આમિરનો પાઘડીનો દેખાવ તાજેતરમાં જ રજૂ થયો હતો, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, સલમાન ખાન તેના જીજા આયુષ શર્મા સાથે ‘ગેંગસ્ટર’ ફિલ્મ માટે હાથ મિલાવી શકે છે જેમાં તે પાઘડી પહેરી શીખનું પાત્ર ભજવતો જોવા મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે તે આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા નિભાવતો જોવા મળશે. અન્ય મીડિયાના અહેવાલ મુજબ આ ફિલ્મનું દિગ્દર્શન અભિરાજ મીનાવાલા કરશે અને આ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ શકે છે.