મુંબઈ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાન માત્ર બૉલીવુડના સુપરસ્ટાર નથી, પરંતુ ટીવી ઉદ્યોગમાં પણ ઘણા વર્ષોથી સક્રિય છે. પછી ભલે રોમાંસ હોય, કૉમેડી હોય કે પછી ઍક્શન હોય સલમાને બધી જ ભૂમિકાઓ સારી રીતે નિભાવી છે. ટીવી પર, તેઓ બિગ બોસ જેવા શોનું હોસ્ટિંગ કરે છે, જેની લોકપ્રિયતા ઘણી છે. તે જ સમયે, તેમની પ્રોડક્શન કંપની એસકેટીવીના બેનર હેઠળ ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન બનાવવામાં આવી છે. પરંતુ સમાચાર આવે છે કે સલમાન ખાન હવે કેટલીક મોટી યોજનાઓનું આયોજન કરી રહ્યા છે. તેઓ પોતાની ચેનલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન ખાન એક નવી ટીવી ચેનલ શરૂ કરવાની પ્રક્રિયામાં છે. આ માટે, તેઓને ઘણા કંટેન્ટની જરૂર છે. તેમનું પ્રોડક્શન હાઉસ એસકેટીવી કપિલ શર્મા શોનું નિર્માણ કરે છે. તેમની ફિલ્મ કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે. હવે તેણે વધુ ટેલિવિઝન શો બનાવવાની શરૂઆત કરી છે. જો તેને લાઇસન્સ મળે તો તે કપિલ શર્માના શોને પોતાની ટીવીના ચેનલમાં શિફ્ટ કરી શકે છે. ”
એટલું જ નહીં, સલમાન ખાન તેના ફાઉન્ડેશન બીઇંગ હ્યુમન (Being Human) બાદ હવે બીઇંગ ચિલ્ડ્રન (Being Children)ના નામથી વધુ એક ફાઉન્ડેશન ખોલવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફાઉન્ડેશનને બાળકોનું શિક્ષણ, શાળા અને ઉછેરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, બાળકો સાથે જોડાયેલી બીજી વસ્તુઓ પણ હશે. સલમાન ખાન ફક્ત મૂવીઝ અને એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગ પર જ પૈસા લગાવવા માંગતા નથી. તેઓ આ પ્રકારના ફાઉન્ડેશનને લઈને આગળ વધી રહ્યા છે. આ ફાઉન્ડેશનની વાત કરીએ તો હાલ તેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
ફિલ્મો વિશે વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ વર્ષ 2019માં ઈદના તહેવાર પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં તેનો ઓપોઝીટ કેટરીના કૈફ છે. ભારતનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ મૂવી દક્ષિણ કોરિયન ફિલ્મ ઓડ ટુ માય ફાધરની સત્તાવાર રિમેક છે.