બોલિવૂડ એક્ટર સલમાન ખાન બાદ હવે તેના વકીલ એચ સારસ્વતને પણ પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પત્ર મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે એચ સારસ્વતને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. રિપોર્ટ અનુસાર સલમાનના વકીલને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી આ ધમકી મળી છે.
