ચાહકોની લાંબી લાઈન
શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ આવી ગયા બાદ મોટી સંખ્યામાં લોકો તેમનાં અંતિમ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. મુંબઈના સેલિબ્રેશન ક્લબ ખાતે તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આજે બપોરે શ્રીદેવીના અંતિમ સંસ્કાર થશે.
દેશની લગભગ તમામ ન્યૂઝ ચેનલ્સના રિપોર્ટર્સ પણ શ્રીદેવીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. જેના કારણે ઓબીવાન્સ તેમજ કેમેરાઓનો અહીં ખડકલો થઈ ગયો છે. સ્થિતિ પર દેખરેખ રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.
શ્રીદેવના પાર્થિવ શરીરને સેલિબ્રેશન ક્લબમાં રાખવામાં આવ્યું છે. અહીં માત્ર અંતિમ દર્શન કરવા આવનારા લોકોને જ એન્ટ્રી છે.
બોલિવૂડની પહેલી સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીનું આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શ્રીદેવીની અંતિમ યાત્રા બપોરે 3.30 વાગ્યે એસ.વી.રોડ સ્થિત વિલે પાર્ટે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટમાં થશે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાતે શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.
19 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે
Twitter જાહેરાત માહિતી અને ગોપનીયતા
અનેક સેલેબ્સ શ્રીદેવીના પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચ્યા છે. સલમાન ખાન પણ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે, શ્રીદેવીના પાર્થિવ દેહને જોઈને સલમાન રડી પડ્યો હતો. માત્ર સલમાન જ નહીં, શ્રીદેવીના કરોડો ફેન્સની આંખોમાં આંસુ છે.
મંગળવારે મોડી રાતે લગભગ 9.30 વાગ્યે બોની અને અર્જૂન કપૂર સહિત પરિવારના અન્ય સભ્યો શ્રીદેવીનો મૃતદેહ લઈને દુબઈથી મુંબઈ પહોંચ્યા હતા. શ્રીદેવીના પાર્થિવ દેહને અનિલ અંબાણીના પ્રાઈવેટ જેટમાં લાવાવમાં આવ્યો હતો. અનીલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ મુંબઈ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
અનિલ કપૂર પણ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર હજારો ફેન્સ ભેગા થયા હતા. શ્રીદેવીના પાર્થિવ શરીરને બુધવારે સવારે 9.30 વાગ્યાથી 3 કલાક માટે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવશે, જેથી તેમના ફેન્સ શ્રદ્ધાંજલિ આપી શકે. ત્યારપછી બપોરે બે વાગ્યે ક્લબથી નીકળીને લગભગ 3.30 વાગ્યે એસ.વી.રોડ સ્થિત વિલે પાર્ટે વેસ્ટ સેવા સમાજ સ્મશાન ઘાટ પર પહોંચશે. આ જાણકારી પરિવાર તરફથી આપાવમાં આવી છે.
શ્રીદેવીની દીકરી ખુશી, જાહ્નવી, બોની કપૂર, સમૂચે કપૂર અને અયપ્પા પરિવાર તરફથી જારી કરાયેલી નિવેદનમાં મીડિયાને સંવેદનશીલતા અને ભાવુક ક્ષણોમાં સમર્થન કરવા માટે આભાર માનવામાં આવ્યો ચે. તેમાં કહેવામાં આવ્યું છે કે શુભચિંતકો સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નંબર-5 લોખંડવાલા પરિસર, અંધેરી પશ્ચિમમાં સવારે સાડા નવ વાગ્યાથી બપોરના સાડા 12 વાગ્યા સુધી પોતાની સંવેદના વ્યક્ત કરી શકે છે. પરિવારે કહ્યું કે મીડિયા પણ પોતાનું સમ્માન વ્યક્ત કરી શકે છે, શરત એટલી કે કેમેરા, રેકાર્ડિંગ ઉપકરણ વગેરે સંબંધિત સ્થળથી બહાર રાખે.
ભારતીય સીનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર તરીકે ઓળખાતી દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી (54)નું નિધન પાછલા શનિવારે રાત્રે દુબઈમાં એક હોટલમાં આકસ્મિક રીતે બાથટબમાં ડૂબવાથી થયું હતું. તે પોતાના પરિવારની સાથે ત્યાં બોની કપૂરના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન સમારોહના બે દિવસ પછી આ અકસ્માત થયો.
જરુરી કાયદાકીય કાર્યવાહીને પૂર્ણ કરવામાં અને તપાસના કારણે શ્રીદેવીનો પાર્થિવ દેહ 3 દિવસ પછી મંગળવારે રાત્રે દુબઈથી મુંબઈ લાવાયો છે. બોલિવૂડ ફિલ્મો, મિસ્ટર ઈન્ડિયા, નાગીન, સદમા, ચાંદની અને ખુદા ગવાહમાં પોતાના દમદાર અભિનયથી લોકપ્રિયા થયેલી શ્રીદેવીએ 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં શાનદાર પૂનરાગમન કર્યું હતું.