પાંચ વર્ષ જુનો વિડિઓ વાયરલ થવાથી સલમાન ખાન વિરૂધ્ધ લોકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. રાજસ્થાન, ગુજરાત ત્યાર બાદ મહારાષ્ટ્રના દલિત સંગઠનોએ સલમાન ખાનની વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો હતો. રિપબ્લીક પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓેએ મુંબઇ સલમાન ખાનની ઘરની બહાર પ્રદર્શનની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ મુંબઇ પોલિસે સલમાનના ઘરની બહાર સુરક્ષાની વ્યવસ્થા કરાઇ હતી.
વિવાદીત નિવેદનથી લોકોએ ટાઇગર જીંદા હૈનો પણ વિરોધ કર્યો હતો. પાંચ વર્ષ પહેલા એક વિડિઓ વાયરલ થયો હતો. અને સલમાન ખાને જાતિ વિરૂધ્ધના શબ્દો વાપર્યા હતા. આ શબ્દ ઉપર વાલ્મિકી સમાજને વિરાધ દર્શાવ્યો હતો.