મુંબઈ : આપણા મનપસંદ અભિનેતાઓને મળવા માટે આપણે શું નહતી કરતા, પરંતુ શું તમે વિચાર્યું છે કે, કોઈ બૉલીવુડ એક્ટ્રેસને પણ તેના મનપસંદ એક્ટરને મળવા માટે મહેનત કરવી પડે અને કોઈ તરકીબ લગાવવી પડે. જીહા ! ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ ની મુખ્ય અભિનેત્રી અનન્યા પાંડેને પણ તેના મનપસંદ સિંગરને મળવા માટે ખુબ જ મહેનત કરવી પડી. આ વાત હાલમાં જ સિંગર સનમ પુરીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સામે આવી છે.
પ્રખ્યાત બેન્ડ સનમના મુખ્ય ગાયક સનમ પુરીએ જણાવ્યું હતું કે, અનન્યા પાંડેની પ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ના રેકોર્ડિંગ દરમિયાન તેની મુલાકાત તેની ‘ ફેન ‘અન્યાયા પાંડે સાથે થઇ હતી.
સનમે લોકોને અન્યાને ટેકો આપવા વિનંતી કરી. એક સ્રોત અનુસાર, જયારે અનન્યાને ખબર પડી કે ‘ફકીરા’ ગીત ગાવા માટે સનમને પસંદ કરવામાં આવ્યો છે, તો તેણીએ નક્કી કર્યું કે, ગીતની રેકોર્ડિંગ સમયે તે ત્યાં હાજર રહેશે.
સનમએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અનન્યા ખૂબ વ્હાલી વ્યક્તિ છે. અમે પ્રથમ વખત મળ્યા હતા. આ તેમની પ્રથમ ફિલ્મ છે, તેને પ્રોત્સાહન આપો. હું ગીતો પર વધુ ધ્યાન આપું છું, પરંતુ પછી અમે બધા સાથે મળીને બેસીને કેટલીક મજાની વાર્તાઓ શેર કરી.”
તાજેતરમાં ફિલ્મના નિર્દેશક પુનિત મલ્હોત્રાએ સનમને તેની ફેનફોલોઇંગ પાટે ટીઝ કર્યો હતો. આ અંગે સનમે કહ્યું કે, પુનિત ગજબના વ્યક્તિ છે, ખુબ જ નમ્ર અને સકારાત્મક અને વિશાલ શેખર (સંગીતકાર) ના ગીતોમાં મારો અવાજ સ્વીકાર્યો છે.”