સંજય કપૂર ‘દિલ સંભલ જા જરા’માં 14 વર્ષ પછી ફરી ટીવી પડદે જોવા મળશે. બાવન વર્ષના સંજય કપૂરનો આ શો ‘દિલ સંભલ જા જરા’ 23મીથી સ્ટાર પ્લસ પર પ્રસારિત થઇ રહ્યો છે. આ શોમાં સંજય કપૂર પોતાનાથી 23 વર્ષ નાની એટલે કે 29 વર્ષની સ્મૃતિ કાલરા સાથે રોમાન્સ કરતો જોવા મળશે.
આ ટીવી શો પારિવારીક કહાની પર આધારીત છે. અહાના રાયચંદ નામની યુવતિની આસપાસ સમગ્ર કહાની ઘુમશે. અહાનાના લગ્ન અનંત માથુર સાથે થાય છે. અનંત ખુબ સારો પતિ છે. પણ આ બંનેના સંબંધમાં અચાનક તિરાડ પડે છે. સંજય કપૂર ચૌદ વર્ષ પછી ટીવી પરદે પાછો ફર્યો છે. વર્ષ 2003માં તેણે ‘કરિશ્મા-ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિની’માં કામ કર્યુ હતું.