સંજય લીલા ભણસાલીને ‘પદ્માવત’ એ બ્લડ-પ્રેસર અને ડાયાબીટીઝ જેવી બીમારી આપવાનું કામ કર્યુ છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું એ સમયથી ચાલતા એકધારા વિવાદે હવે રીલીઝ સમયે જયારે ખતરનાક વિવાદનો રંગ પકડયો છે. ત્યારે સંજય લીલા ભણસાલીની હેલ્થને પણ એનાથી ડેમેજ થયું છે. ફિલ્મને લીધે ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજયોમાં પણ હિંસાત્મક વાતાવરણ ઊભું થઇ જતાં પ્રેસરઆવ્યું તો સાથો સાથ આટલી મોંઘી ફિલ્મ રીલીઝ થતીન હોવાને લીધે પ્રોડકશન – હાઉસના અબજો રૂપિયા અટવાઇ જતાં પણ પ્રેસર આવ્યું, જેને લીધે છે છેલ્લાબે મહિનામાં સંજય લીલા ભણસાલીને હાઇ બ્લડ – પ્રેશર અને ડાયાબીટીઝ જેવી બીમારી પણ લાગુ પડી એવું તેમના યુનિટની નજીકની વ્યકિતનું કહેવું છે. ‘બાજીરા મસ્તાની’, ‘સાવરિયા’ જેવી અનેક ફિલ્મોમાં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનારી આ વ્યકિતનું કહેવું છે કે ‘સંજય જેટલુ ટેન્શન અત્યારે જગતની એક પણ વ્યકિત પર નહી હોય. તે એકધારો ટેન્શનમાં રહે છે.રાતે ઊંઘી પણ નથી શકતો, જેને લીધે લગભગ અઢી મહિનાથી તો તેણે ઊંઘ માટે પણ ટેબ્લેટ લેવાનું શરૂ કરી દીધું છે. ‘પદ્માવત’ ના રિલીઝના ટેન્શન વચ્ચે સંજય લીલા ભણસાલીનું છેલ્લા દોઢ મહિનામાં સત્તરથી વીસ કિલો જેટલું વજન પણ ઘટીગયું છે. ગાલ ગલોફામાં ઘુસી ગયા છે અને આંખ નીચે કાળા કૂંડાળાં થઇ ગયા છે. પબ્લીકની સામે આવતા કે કોઇ જગ્યાએ મીટીંગ માટે જતાં પહેલાં તેમણે પોતાને પણ મેકઅપ કરવો પડે છે. અકલ્પનીય લાગે, પણ આટલી સરસ ફિલ્મ બનાવનારા ડીરેકટર અત્યારે મોટા ભાગનોસમય પોતાનો મોબાઇલ સ્વિચ્ડ-ઓફ રાખે છે.અને બહુ ઝડપથી તે પોતાનો નંબર પણ ચેન્જ કરી નાખવાના છે. સંજય લીલા ભણસાલી માટે ‘પદ્માવત’ ડ્રીમ-પ્રોજેકટ હતો, પણ આ ડ્રીમ દુઃસાહસ પુરવાર થયું એવું તે પણ હવે અંદરખાને સ્વીકારે છે. તેમની ઇચ્છા હતી કે આ ફિલ્મ પુરી કરીને માર્ચ સુધીમાં પોતાની નવી ફિલ્મ સાથે ફરી ફલોર પર જવાની તૈયારી કરશે, પણ હવે તેમણે નકકી કર્યુ છે કે એક વખત ફિલ્મ રિલીઝ થઇ ગયા પછી બે-ચાર મહિના અજ્ઞાતવાસમાં જઇને આરામ કરશે અને નવેસરથી ફ્રેશ થવાનું કામ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.