મુંબઈ : ડાન્સ શોઝ ટુ હિટ્સ સોંગ્સ સુધી સપના ચૌધરી સફળતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે એક લાંબી સફર કાપી છે. છેલ્લા કેટલાક સમયથી સપના સતત ચર્ચામાં રહી છે. સપના ચૌધરીનું નવું ગીત રજૂ કરાયું છે. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને રિલીઝ કરવામાં આવેલા આ સોન્ગના સિંગર વસીમ શેખ પણ નજરે પડે છે. ડાન્સ સાથે સપનાએ વસીમ સાથે ગીત પણ ગાયું છે. ઉલ્લેખનીય છે કે, સપનાનું દલેર મહેંદી સાથે ‘બાવલી તરેડ’ સોન્ગ પહેલાથી જ રિલીઝ કરવામાં આવ્યું છે.
સપનાનું નવું ગીત ‘નચકે દિખા દે’ રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ગીતને ડાન્સ નંબરના લિસ્ટમાં સ્થાન મળવામાં સમય લાગશે નહીં.પંજાબી શબ્દો અને ઝડપી ધૂન પર વાગતા ગીતને સાંભળ્યા બાદ તમે પણ નાચી ઉઠશો. આ પહેલા સપનાનું ગીત ‘બાવલી તેરડ’ યુટ્યુબ પર ધૂમ મચાવવામાં સફળ રહ્યું હતું.