મુંબઈ : કાર્તિક આર્યન અને સારા અલી ખાન હાલમાં તેમની ફિલ્મ ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંદર્ભે તે અમદાવાદ પહોંચ્યા ત્યારે તેણે જોરદાર ડાન્સ કર્યો. ‘જબ વહ હા મેં ગલત…’ ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન કાર્તિક આર્યન સારાને ઊંચકી લે છે. કાર્તિકે અચાનક ઊંચકી લેતા સારાને પણ થોડું આશ્ચર્ય થયું અને લોકો જોરજોરથી બૂમ પાડવા લાગ્યા. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. વીડિયોમાં સારા અલી ખાન ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે કાર્તિક આર્યન વ્હાઇટ ટી-શર્ટ, જેકેટ અને જિન્સમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં લખ્યું છે કે – કાર્તિક અમદાવાદમાં, કેમ છો. સારા અને કાર્તિક આ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડશે નહીં.