મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વાર તેના લૂકને કારણે હેડલાઇન્સમાં રહે છે. સારાના જીમ લુકની પણ ખૂબ ચર્ચા થાય છે. આ વખતે પણ જીમની બહાર સારા જોવા મળી ત્યારે કંઈક એવું જ બન્યું. સારા વેકેશન માણીને પરત ફર્યા બાદ જીમમાં જોવા મળી હતી અને જીમની બહાર નીકળતા તેની સાથે આ ઘટના બની હતી.
સારા જીમમાંથી બહાર નીકળી અને પેપરઝીએ હાય કહ્યું, જેનો સારાએ ખૂબ જ સરળ સ્વરમાં જવાબ આપ્યો. પેપરઝી તેને પૂછ્યું ‘તમે કેમ છો મે’મ.’ સારાએ જવાબ આપ્યો, ‘બસ, તમે કેમ છો?’ આ પછી, તે તેની કાર તરફ આગળ વધી. અહીં સારાએ ફોટા માટે પોઝ આપ્યા હતા. દરમિયાન સારાના ચાહકો પણ અહીં એકઠા થયા હતા.
સારાએ દર વખતની જેમ, ચાહકોને પણ ફોટો માટે પોતાની પાસે બોલાવ્યા, પરંતુ તે દરમિયાન એક ફેને આવીને તેના હાથ પર તેમને કિસ કરી. ખરેખર સારા સેલ્ફીમાં વ્યસ્ત હતી, તે દરમિયાન એક ફેને તેનો હાથ પકડી લીધો હતો. સારાએ પણ ફેન સાથે હાથ મિલાવ્યો. હાથ મિલાવતી વખતે સારા કંઈ સમજે તે પહેલા જ ફેને તેના હાથ પર કિસ કરી દીધી હતી. જે પછી સારા ચોંકી ઉઠી. આ બધું જોયા પછી સારાના સિક્યુરિટી વર્કરે તેને ત્યાંથી ભગાડ્યો હતો અને સારા પણ તરત જ કારમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ હતી.