મુંબઈ : સારા અલી ખાન બોલિવુડના લોકપ્રિય સ્ટાર ડોટર્સમાંની એક છે. ભલે સારાએ હજુ માત્ર બે ફિલ્મોમાં જ અભિનય કર્યો છે પરંતુ તેણીએ તેની અલગ ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે સારાના ઇન્સ્ટાગ્રામ પર 80 લાખથી પણ વધુ ફોલોવર્સ છે. તાજેતરમાં જ સારાએ વોગ ઇન્ડિયા મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેના જીવન સાથે સંકળાયેલી ઘણી રસપ્રદ બાબતો શેર કરી.
સારાને પૂછવામાં આવ્યું હતું કે, ગૂગલ (Google) પર તેણે છેલ્લે શું સર્ચ કર્યું હતું ? ” જવાબમાં સારાએ કહ્યું કે, છેલ્લીવાર મેં રાત્રે 3 વાગ્યે મનોરી (મુંબઈનું એક સ્થળ)નો રસ્તો જોવા માટે ગૂગલ મેપ ડાઇરેક્શનનો ઉપયોગ કર્યો હતો. જેમાં જાણ થઇ કે તે જગ્યા ય હું હતી ત્યાંથી 1.5 કલાકના અંતરે છે. આ ખુબ ભયજનક હતું.” સારાને આગળ પૂછવામાં આવ્યું કે, તેની સૌથી મનપસંદ ઈમોજી કઈ છે? સારાએ જણાવ્યું હતું કે, એની આંખો પર સ્ટાર્સ હોય છે તે ઈમોજી તેને ખુબ પસંદ છે.
કારકિર્દી વિશે વાત કરીએ તો સારાએ ગયા વર્ષે કેદારનાથ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તેમણે રણવીર સિંહની ‘સિમ્બા’ ફિલ્મમાં કામ કર્યું. હાલના દિવસોમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથે ‘લવ અજકલ 2ના શૂટિંગમાં વ્યસ્ત છે.ઉલ્લેખનીય છે કે, કોફી વિથ કરણ ચેટ શોમાં કાર્તિક પર ક્રશ હોવાનું સારાએ સ્વીકાર્યું હતું.