મુંબઈ : સારા અલી ખાન આજકાલ તેની ફિલ્મ ‘લવ આજ કલ’ વિશે ઘણી ચર્ચામાં છે. હાલમાં તે આ ફિલ્મના પ્રમોશનને કારણે ખૂબ વ્યસ્ત છે. આ ફિલ્મ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થવા જઈ રહી છે. સારા તેની ફિલ્મની સાથે સાથે પ્રમોશન દરમિયાન તેના લુકને લઈને પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. હાલમાં જ તે બ્લુ ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ થઇ રહી છે.
તાજેતરમાં, સારા રોમાનિયાની ડિઝાઇનર એલિના કર્નાટેક (Alina Cernatesc) દ્વારા ડિઝાઇન બ્લુ ટર્કોએસ ડ્રેસમાં દેખાઈ હતી. આ ઉપરાંત મેચિંગ બ્લુ વોચ અને હીલ્સ પણ પહેરી હતી. વિશેષ બાબત એ છે કે, આ ડ્રેસની કિંમતમાં, સરેરાશ એક ફેમિલી આરામથી હિલ સ્ટેશન ફરવા જઈ શકે છે. બોલિવૂડ લાઇફના રિપોર્ટ અનુસાર આ ડ્રેસની કિંમત 45,532 રૂપિયા છે.