મુંબઈ : બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘લવ આજ કલ’નું નવું ગીત ‘મેહરમા’ રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર લોકપ્રિય થઈ ગયું છે. ગીતમાં કાર્તિક અને સારા ખૂબ રોમેન્ટિક સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે.
લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે, યુટ્યુબ પર જોવાયેલા વ્યૂ જણાવી રહ્યા છે કે આ ગીત લોકોના હૃદયને સ્પર્શી ગયું છે. કારણ કે તે યુટ્યુબ પર ફક્ત થોડા કલાકોમાં 250 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ વીડિયો શુક્રવારે સાંજે રિલીઝ કરવામાં આવ્યો હતો, એટલે કે માત્ર 48 કલાક પસાર થયા નથી, પણ ગીતને 1 કરોડ 57 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. આ સુંદર ગીત જુઓ …